________________
[૧૩]
આ શબ્દોમાં કેટલાક મૂળ શબ્દો છે જ્યારે કેટલાક જે ભાવથી એ બોલાવ્યા હતા એના સારરૂપ છે પણ આજે પણ એ શબ્દો બોલનાર એ મહાન સુધારક સાચા સાધુને મારું શિર કોટિ કોટિ વાર વંદે છે. આવા સાધુ ઉપદેશકે એ સમાજનું, દેશનું અને રાષ્ટ્રનું સાચું ધન છે.
બીજે દિવસે એ વાડીમાં જે ઑને આવી એ સર્વેએ સાદાં વસ્ત્રો પરિધાન કર્યા હતાં. દાગીનાને ઠઠેરે દૂર થયો હતો હતો અને એને સ્થાને સાદાઈની પ્રભુતા ઝળકતી હતી.
ગુજરાતના એ પરમધન સમા મુનિરાજ વિદ્યાવિજયજીના જીવન પ્રસંગે આલેખી ગુજરાતના જાહેર જીવનનો પચાસ વર્ષનો ઇતિહાસ તૈયાર કરવાના મારા વર્ષો જુના અભિલાષ હતા. એ અભિલાષ ગુજરાતના લોકપ્રિય રાસકવિ અને જાણીતા લેખક, વડોદરાના મારા જુવાન મિત્ર શ્રી. મૂળજીભાઈ પી. શાહ સમક્ષ મેં જાહેર કર્યા અને એમણે ઉત્સાહપૂર્વક આ કાર્ય ઉપાડી લઈ ગુજરાતી ભાષાના જીવનચરિત્રના સાહિત્યમાં આ એક અણમૂલું પુસ્તક અર્પણ કર્યું છે.
જેવા વિશિષ્ટ છે મુનિરાજ શ્રી. વિદ્યાવિજયજીના જીવનપ્રસંગો એટલી જ વિશિષ્ટતાથી શ્રી. મૂળજીભાઈએ એ પ્રસંગોની રજૂઆત કરી આખા એ પુસ્તકની સફળ સંકલના કરી છે.
આપણું જીવનચરિત્રના સાહિત્યમાં એક વિશિષ્ટ પુસ્તકનો ઉમેરો કરતું આ નવિન પુસ્તક નૂતન ગુજરાતમાં જરૂર ભાત પાડશે અને સમગ્ર ગુજરાત-મહાગુજરાત એ પુસ્તકનો સાચે સત્કાર કરશે એવી મારી દઢ શ્રદ્ધા છે.
શારદા કાર્યાલય : વડોદરા રે ) શ્રાવણી પૂર્ણિમા : સંવત ૨૦૦૫ - -
ગેકુલદાસ દ્વારકાદાસ રાયચુરા