________________
૧૬૮
ખંડ ૫
સુખનાં સ્મરણેમાં ઉંડું દુઃખ છે દુઃખનાં સ્મરણમાં ઉંડું સુખ છે. પુરાણાં સુખ સંભારતાં યે દિલ દાઝે છે, ગુરૂજી !
દેવ ! તમે પૃથ્વીના પોશાક ઉતાર્યા, તમે ચેતનના વાઘા સજ્યા, તમે તેજની પાંખો પ્રસારી ઉડયા એ ઉત્ક્રાંતિના અગોચર પંથે.
ઉર્ધ્વગામીનું જવું' એ ધન્ય છે, અધગામીનું જીવવું એ ધૂળ છે. જગયાત્રાનાં જીવન ને મૃત્યુ
દેવ! તમે ધન્ય કર્યા. એ ગુરૂદેવ ! હું તો આપને શિષ્ય છું.
જ્યાં હોવ ત્યાંથી આપના આશીર્વાદ વરસાવજે.
અને ખરેખર આજે પણ ગુરૂદેવના સાચા શિષ્ય વિદ્યાવિજય ઉપર અંતરિક્ષમાંથી જાણે ગુરૂદેવ આશીર્વાદ વરસાવી રહ્યા છે.
- સ્વ. કવિવર નેહાનાલાલ