________________
ખંડ ૪ થે
ગુરૂદેવને લીધા. શિવપુરી આવતાં બિમારી વધી, ને શિવપુરીમાં ચાતુર્માસ કરવું પડ્યું.
આ વખતની માંદગીમાં તે ડોકટરોએ મુનિરાજને જણાવ્યું હતું હવે શરીરને બહુ શ્રમ ન આપશે એને આરામની જરૂર છે.'
પણ આ સલાહ તે સંસારીઓ માટે હોય. સાચા સાધુઓને એ સલાહની શી અસર થાય ? તેઓ તે હમેશા માનતા કે જે શરીર બીજાના ઉપયોગમાં ન આવે એવા શરીરનું પ્રયોજન શું ?
દેહદમન વિષે જ્યારે કંઇ વાત કાઢવામાં આવતી ત્યારે તેઓશ્રી જણાવતાઃ
યુધ્ધમાં કે સરતમાં જે ઘોડાઓને ઊતારવાના હોય છે, તેમને પહેલાં તો ખૂબ ખૂબ તાલીમ આપવામાં આવે છે. ભૂખ, તરસ, થાક વેઠવા છતાં ખરે વખતે ગાંજી ન જાય એવી રીતે એમને કેળવવામાં આવે છે. તે જ પ્રમાણે આપણા દેહ અને મનને આપણે જાતે ખૂબ ખૂબ કેળવવા જોઈએ. એ કેળવણીની કસોટી અંતિમ ક્ષણોમાં થાય છે અને મૃત્યુ સુધરી જાય છે.
મૃત્યુ સુધર્યું એટલે જીવન જ સુધરી ગયું એમ ગણાય. ઘણા માણસો થોડી માંદગી આવે છે, અથવા તો અવસાનનો સમય નજીક આવે છે, ત્યારે શોક કરે છે, હાયવોય અને વલોપાત કરે
છે. જીવનને અને મૃત્યુને પણ તેઓ બગાડી દે છે. દેહને સારી રીતે દમ્યું હોય, પહેલેથી જ વેદનાઓ અને સંતાપ સહન કરવાની ટેવ પાડી હોય તે જીવનની છેલ્લી પળો મૃત્યુમહોત્સવમાં પલટાઈ જાય છે.” આવા હતા એમના ઉન્નત વિચારો. માંદગીને તેઓ કસોટી માનતા. અને એ કસોટીમાંથી દેહ અને આત્મા પસાર થાય એમ સદા ઈચ્છતા.