________________
[૧૧] પ્રાતઃસ્મરણીય શ્રી. વિજયધર્મસૂરિ પછી એમના શિષ્ય સાક્ષર સાધુવર્ય શ્રી. વિદ્યાવિજ્યજી મહારાજે પોતાના વિદ્વાન ગુરુની પ્રણાલિકા ચાલુ રાખી ગુજરાતના છેલ્લા પચાસ વર્ષના સામાજિક અને ધાર્મિક ઈતિહાસમાં મહત્વનું સ્થાન પ્રાપ્ત ક્યું છે. લોકકલ્યાણની અનેક પ્રવૃત્તિઓમાં સક્રિય ભાગ લઈ વિદ્વાન ગુરુના આ વિદ્વાન શિષ્ય ભારે શ્રમ ઉઠાવી પરમ સેવા સાધી છે.
વિદ્યાવિય' એ નામમાં અજબ વિજય સમાયેલો છે. સાક્ષર સમુદાયમાં એ નામ જેટલું પ્રિય છે એટલું જ એ નામ લોકસમૂહમાં પણ માનીતું છે. એ નામ પર હજારે લોકો એકઠાં થાય છે. ગુજરાત, કચ્છ, કાઠિયાવાડ, સિંધ, બંગાલ અને મધ્યપ્રાંતના સેકડો ને હજારો કુટુંબનું
મુનિરાજ વિદ્યાવિજ્યજી એ મારું નામ છે. વિદ્યાવિજયજીની વાણમાંથી પ્રેરણા ઝીલી અનેક કુટુંબોએ પિતાના જીવનમાર્ગમાં સંસ્કારના ફૂલછોડ રેપ્યા છે, પડ્યા છે અને એનાં ફૂલડાંની ફોરમ આજે ચારે કોર મઘમઘી રહી છે.
આવા સાક્ષર સાધુ, વિદ્વાન વક્તા, મહાન પંડિત અને સર્વ ધર્મ અભ્યાસી પુરુષ એ જન્મભૂમિ ગુજરાતનું પરમ ધન છે.
ગુજરાતના એ પરમધન સમા સાધુવયંનો એક પ્રસંગ આલેખવાની લાલચ હું રોકી શકતો નથી.
પોરબંદરમાં ગુરૂવર વિજયધર્મસૂરિજીનો સંવત્સરી મહોત્સવ હતો. હું તથા મારા મિત્ર શ્રી. ગઢવી મેરૂભા એ પ્રસંગે પોરબંદર ગયા. જૈન વાડીમાં સવારે મુનિરાજ શ્રી. વિદ્યાવિજયજી મહારાજનું વ્યાખ્યાન હતું. આખી યે વાડી સ્ત્રી પુરૂષોથી ઉભરાતી હતી.