________________
સંગ્રામ
સ. ૧૯૧૪માં યુરોપમાં જાદવાસ્થળી શરૂ થઈ ચૂકી હતી.
O, એ મહાયુધે આખા યે જગતમાં ભયનાં વાદળાં છાઈ દીધાં હતાં.
નાનાં મોટાં સૌ યુધાની પાછળ કારણ રૂપ હોય છે ઈર્ષ્યા, લેભ અને સ્વાર્થ.
અને એ જ કારણસર જૈન સમાજમાં પણ તે જ વખતે એક યુધ્ધ મચી રહ્યું હતું.
સમાજમાં એ વાત પ્રસિદ્ધ થઈ ચૂકી હતી કે કાશથી પિતાના ધુરંધર વિદ્વાનને લઈ શ્રી વિજયધર્મસૂરિ મહારાજ ગુજરાતની ધરતી ઉપર આવી રહ્યા છે. પ્રત્યેક ગામમાં સમસ્ત જનતા તરફથી તેમજ રાજામહારાજાઓ તરફથી એમને ભાવભીને સત્કાર થઈ રહ્યો છે.