________________
મારવાડ
૧૩૫
પરિણામે થયું પણ એમ જ, જાગીરદારોને બંધનમાંથી મુક્તિ મળી કે તરત જ બહારવટિયાઓએ બહારવટું મૂકી દીધું અને જેઠમલ છુટીને આવી પહોંચ્યો.
એક દહાડે એ જાગીરદાર અને બહારવટિયા એકત્ર થઈ ગુરૂદેવની પાસે આવ્યા અને તેમને વંદન કરી એમનો ઘણો આભાર માન્યો.
બીજી બાજુ ચાર પાંચ દિવસ જંગલમાં રખડીરઝળી મૃગેન્દ્ર. વિજય પોતાની મેળે જ પાછા આવી ગયા. સિંહ અને વાઘ જેવા પશુઓથી ભરેલાં જંગલ અને પહાડમાં નિર્ભયતાની નોબત વગાડતો ઘૂમતો સાધુ સહીસલામત પાછો આવે એ શું સમજવું?
એ મુનિને “પાગલ' નામે સંબોધવા કે સાચો યોગી કહે
ચાતુર્માસ પૂર્ણ કર્યા બાદ નાડોલ, નાડલાઈ, દેસુરી, ઘાણેરાવ, વરકાણા, સાદડી, અને રાણકપુર વગેરે પંચતીર્થની યાત્રા કરતી સૌ સાધુમંડળી મેવાડ આવી પહોંચી.