________________
: ૨૮:
સાધનાને માગે
ક્ષા ગ્રહણ કર્યા પછી પોતાના જીવનને કયે માર્ગે લઈ
જવું એને નિર્ણય દીક્ષા લીધા પહેલાં વિદ્યાવિજયજીએ નહેત કર્યો.
મનમાં વિચાર આવ્યો કે દીક્ષા લેવી છે એટલે દીક્ષા લઈ લીધી. તે સમયે દ્રષ્ટિ સામે બીજું કઈ ખાસ ધ્યેય ન હતું. પરંતુ અભ્યાસ કરવા માટેની એમની અભિરૂચિ પ્રબળ હતી.
દીક્ષા લીધા બાદ એક વાતને મનમાં નિર્ણય થઈ ચૂક કે આધ્યાત્મિક જીવન જીવવું. દીક્ષા લેતાં પહેલાં ખાવાપીવાની બાબતમાં મનોવૃત્તિ રસ લેતી હતી પરંતુ દીક્ષા લેતાંની સાથે જ મનનું અદ્દભુત પરિવર્તન થયું. દક્ષિા પહેલા રાગ વૈરાગ્યમાં પરિણમ્યો. જાણે આત્માએ