________________
૧૧૦
ખંડ ૩ જે
અને જ્યારે ગુરૂદેવે પાડશાળાના કરૂણ હાલ વિષે સાંભળ્યું ત્યારે એમના હૈયામાં અપાર વેદના થઈ એમને રોમ રોમ વીંછીના ડંખની વેદના થવા લાગી.
ગુરૂદેવને લાગ્યું કે પોતે જે કુમળા છોડને આત્માનાં અમૃત સિંચન કરી રેપ્યો હતો તે સાચા માળીની દેખરેખ વિના પાછો કરમાઈ ગયો છે. એને હવે સંજીવની છાંટવાની જરૂર છે. નહિ તો એનો વિનાશ થઈ જશે. આ પાઠશાળા માટે ગુરૂદેવે ઘણાં કષ્ટો ઊઠાવ્યાં હતાં. બનારસ પાઠશાળાના પોષક અને રક્ષક શેઠ વીરચંદ દીપચંદ અને શેઠ મણિલાલ ગોકુલભાઈ ગુરૂદેવની એકનિષ્ઠાથી-કર્તવ્યપાલનથી–આત્મત્યાગથી સુપરિચિત હતા.
શ્રી વિધર્મસુરિજીનો વિચાર પાવાપુરીમાં ગુરૂકૂળની આ જના કરવાનો હતો, અને તેને લગતી પ્રથમ ભૂમિકા તૈયાર કરવામાં આવી હતી.
એ અરસામાં જ મુંબઈથી શેઠ વીરચંદ દીપચંદ અને શેઠ મણિલાલ ગોકુલભાઈએ વિજયધર્મસૂરિ મહારાજને ફરી બનારસ જઈ પાઠશાળાનો પુનરૂદ્ધાર કરવાની આગ્રહભરી વિનંતિ કરી. એટલું જ નહિ પણ, તેઓના કાર્યમાં કોઈ પણ દખલગીરી નહિ કરે એવી બાંહેધરી આપવામાં આવી. પરિણામે ગુરૂકૂળની બધી યોજના સ્થગિત કરીને પાવાપુરથી કાશી તરફ પ્રયાણ કરવામાં આવ્યું.
જેટલું જલદી કાશી જવાય તેટલું સારું હતું. પણ માણસ ધારે છે કંઈક ને કુદરત કરે છે કંઇક. પટણા આવતાં જ વિજયધર્મસુરિજી મહારાજની તબિયત બગડી ગઈ. તેથી તેમણે પોતાના પાંચ શિષ્યોને જલદીથી બનારસ જવાની આજ્ઞા આપી. અને ગુરૂદેવની આજ્ઞા