________________
: ૨૬ :
પાઠશાળાને પુનરૂધ્ધાર
C) નારસ પાઠશાળાની પરિસ્થિતિ અત્યારે કરૂણાજક બની
-: ગઈ હતી. અવ્યવસ્થા વ્યાપી ગઈ હતી. કેાઈ અગ્રેસર નહિ હેવાને કારણે વિદ્યાર્થીઓ ધીમે ધીમે રવાના થઈ ગયા હતા. માત્ર પાંચ કે છ વિદ્યાર્થીઓ ત્યાં રહ્યા હતા. પાંચસો વિદ્યાર્થીઓ નિવાસ કરી શકે એવી આલીશાન અંગ્રેજી કેડીજેનારને જાણે ખાવા ધાતી હતી. જે સ્થળે રાતદિન સંસ્કૃતિનું વાતાવરણ ગુંજી ઊઠતું, જ્યાં નાના મોટા અનેક પંડિત, સાધુ સન્યાસીઓ અને અને નેતાઓનાં પગમાં પડતાં, તેમના આગમનથી ધરતી પાવન થતી તે સ્થાન આજે ભૂતખાના સમ બની ગયું
સેવા અને સત્તા બંને પરસ્પર વિરોધી તત્વ છે. સત્તાથી સેવા સદા દૂર રહે છે. બનારસ પાઠશાળાનું પણ એવું થયું.