________________
: ૨૪:
બહેચરદાસના વિદ્યાવિજય
જ લકત્તામાં ગુરૂદેવનો પ્રભાવ સારો પડ્યો હતો. સારયે - જૈનસંઘમાં ઉત્સાહનાં પૂર ઉલટયાં હતાં.
એક દિવસ જેનોની એક મોટી સભા ભરાઈ હતી. ગુરૂદેવ પ્રવચન કરી રહ્યા હતા. પ્રવચન દરમિયાન એમણે જણાવ્યું કે—મારી પાસે જે વિદ્યાર્થીઓ છે તે પૈકીને પાંચ વિદ્યાર્થીઓ દીક્ષા લેવા ઉત્સુક છે. જે શ્રી સંઘની અનુમતિ હેય અને સંઘ ઈચ્છતો હોય તો તેમને કલકત્તામાં જ દીક્ષા આપવામાં આવશે.”
અને ગુરૂદેવનું વચન પાળવા જૈનસંઘ ઉત્સુક બન્યા. ભાવની ભરતી આવે પછી પૂછવું શું?
કલકત્તાના તે સમયના જૈન ઇતિહાસમાં દીક્ષાનું નામનિશાન ન મળે.