________________
નિવેદન
Sજરાતનાં પરમ ધન સમા વિદ્વાન મુનિ મહારાજ શ્રી. વિદ્યા
9 વિજ્યજીના જીવન પરિચયનો આ વિસ્તૃત ગ્રંથ તૈયાર કરી ગુર્જર જનતા સમક્ષ રજૂ કરતાં મને આનંદ થાય છે.
મુનિરાજનું આખું યે જીવન અભ્યાસ કરવા જેવું છે. શ્રદ્ધા અને સાધના દ્વારા માનવી કેવી અપૂર્વ સિદ્ધિ પ્રાપ્ત કરી શકે છે-માનવતાના કેવા અનોખા શિખરે જઈ બેસે છે-જ્ઞાનનો પરમ પ્રકાશ કેવી રીતે પામી શકે છે-એ બધું મુનિરાજનાં જીવનદર્શનમાં જોઈ શકાય છે.
તેઓશ્રીએ રચેલા અનેક ગ્રંથ ગુર્જર પ્રજાના વારસા સમાન છે. એમાં ધર્મ અને જ્ઞાનનાં તેજ ઝળહળે છે. આ જીવનપરિચય તૈયાર કરવાને અંગે એમના તમામ ગ્રંથોનો અભ્યાસ કરવાની મને તક મળી અને ત્યારે જ મને લાગ્યું કે આવા પરમ સાધુનાં જીવનમાંથી જનતાએ ઘણું શીખવાનું છે. આ ગ્રંથ તૈયાર કરવામાં પણ એમના એ ગ્રંથો મને ખૂબ સહાયભૂત થઈ પડયા છે.