________________
:૧૮:
ગુરૂજીની છત્રછાયા
મ હાપુરૂષની છાયા જેનાં જીવનને મળે છે, તેનું જીવન સદા ' ધન્ય બને છે.
આ પાઠશાળાના વિદ્યાર્થીઓ પણ ગુરૂદેવની છત્રછાયામાં સુખી હતા.
સવારે ઘંટ વાગતાં જ બધા ભેગા થઈ જતા. પહેલાં મંદિરમાં દર્શન-વૈત્યવંદન કરીને પછી સૌ વિદ્યાર્થીઓ ગુરૂદેવ પાસે આવના, પણ આગળની બાજુએ ઊભા રહેવામાં સૌને સંકોચ થતો. ગુરૂદેવના પ્રતાપનું તેજ એટલું બધું હતું કે સૌ જુવાનિયાને એમની બીક લાગતી કે રખેને ચોવીસ કલાકમાં કરેલું કેઈ તોફાન કદાચ ગુરૂજીનાં ધ્યાનમાં આવ્યું હશે તો તેઓ શું કહેશે ?