________________
પાઠશાળાના વિદ્યાથી
co
ઉચારતા કે સૌ કોઈ એ સાંભળતાં મુગ્ધ બની જતું. ભગવતી વાગીશ્વરીનું જાણે એ વરદાન પામી ન ચૂક્યા હોય એમ લાગતું. એમની જીભે જાણે સરસ્વતી આવીને બેસી જતી. ગુરૂદેવ બહેચરદાસ ઉપર અનહદ કૃપા રાખતા.
પાઠશાળામાં સાત સાધુઓ હતા. ગુરૂદેવના એક સૌથી નાના શિષ્યનું નામ વલ્લભવિજયજી હતું. તેઓ પણ બહેચરદાસ ઉપર અપૂર્વ મમતા રાખતા. એટલું જ નહિ પણ એમના અભ્યાસમાં પણ એ સારી મદદ કરતા હતા.