________________
: ૧૭ :
પાઠશાળાને વિદ્યાથી
વિજયધર્મસરિજી મહારાજે કેવળ સંસ્કૃતના પ્રચાર ' માટે જ આ સંસ્થા સ્થાપી હતી.
તેઓ દઢતાપૂર્વક માનતા હતા કે જૈન સમાજમાં સંસ્કૃતના પ્રચારની ખાસ આવશ્યકતા છે. પ્રાચીન જૈનભંડારમાં લાખો બલકે કરેડોની સંખ્યામાં તમામ વિષયોના મહામૂલા ગ્રંથો વિદ્યમાન છે. એ સંસ્કૃત અને પ્રાકૃત ભાષામાં જ છે અને સંસ્કૃત-પ્રાકૃતભાષાના વિદ્વાનો જ એ અમૂલ્ય ગ્રંથનો ઉપયોગ કરી શકે.
પ્રાચીન સાહિત્યનું વર્તમાન સમયમાં નવીન દૃષ્ટિથી સંશોધન કરી એના ઉપર પ્રકાશ નાંખવાનું કામ સાચા વિદ્વાને સિવાય કોણ કરી શકે? માનવી સાધુ થવા છતાં વિદ્વાન ન હોય તે એની સાધુતા શોભતી