________________
ખંડ ૨ જે
વરસી ગઈ. હૈયામાંથી નિરાશા અદૃશ્ય થઈ. એને લાગ્યું. “ખરેખર હવે મારે ઉદયકાળ આવી લાગે છે.'
અને એ વિશાળ મકાનના ચોથે માળે બહેચરદાસ તથા એની સાથેના વિદ્યાર્થીનો સામાન મૂકાવવામાં આવ્યો.
સં. ૧૯૬૧ની એ સાલ હતી. જાણે બહેચરદાસના જીવન પરિવર્તનનું એ વર્ષ ન હોય !
પાઠશાળામાં તે દિવસે ખીચડી રાંધી હતી. બહેચરદાસને ખીચડી ભાવતી નહતી. બીજા પણ વિદ્યાર્થીનું એવું હતું. બંને જણની આંખોમાંથી શ્રાવણ ભાદરવો વરસવા માંડયા. બહેચરદાસના દિલમાં તો થયું. “અહિંયા કયાં આમ ફસાયા ? સુખની શોધમાં નીકળ્યો ત્યારે કમેં તો દુઃખનું દુઃખ રહ્યું. અને આજે પ્રથમ દિવસે જ ખીચડીથી અપશુકન.”
પણ સાંજે દૂધપાક પૂરીનું જમણ હતું. ત્યાંના એક વિદ્યાર્થીએ કહ્યુંઃ “ આજે તેરશ છે. તેરસને દિવસે હંમેશા સાંજે આ જમણુ મળે છે.'
અને અહીં આવ્યા પછી બહેચરદાસનાં હૈયામાં અનેક તરંગે આવવા લાગ્યા. જાતજાતની કલ્પનાઓ મનમાં ઉદ્દભવવા લાગી.
મનમાં પ્રશ્નોની પરંપરા જાગવા લાગીઃ
પંડિત બનવાથી મને શો ફાયદો? મેં તા લક્ષાધિપતિ બનવા પર છોડયું છે.'
બહેચરદાસને મન તે વખતે પંડિત એટલે બ્રાહ્મણ. બ્રાહ્મણ જ પતિ થઈ શકે ? એના મનમાં થતું હું વાણિયાનો દીકરો બ્રાહ્મણ બનીને