________________
યૌવનના પગથાર પર ઊભા રહેલા સૌથી શ્રેષ્ઠ બંધુ ધૃતરાષ્ટ્રના માટે વિવાહ વેળાની જાણે રાહ જોવાઈ રહી છે. અનેક પ્રકારના માંગા આવતા જ હતા. વિશ્વને કમ છે– કુલ પોતાની ફેરમ વેરે એટલે ભમરાઓ ગણગણાટ શરૂ કરી દે,
રાજા સુબલના પુત્ર ગંધારપતિનું ગંધાર પર પ્રબળ આધિપત્ય જામેલું હતું. ગંધારપતિને “શકુનિ' નામને હોંશિયાર પુત્ર હતો અને ગાંધારી વિગેરે આઠ પુત્રીઓ હતી. શકુનિ પણ આ આઠ બહેનનું કાર્ય પતાવવા ઉત્સુક હતા. આમેય આ આઠ બહેનોમાં પરસ્પર ખૂબ જ પ્રેમ હતા. શકુનિ તે ગણતરીવાન માણસ-વહીવટમાં એને રસ.........
વ્યવસ્થા એની મહત્ત્વાકાંક્ષા” અને “પતાનું આધિપત્ય ચલાવવાની તીવ્ર લાલસા”... આવા અદ્દભુત ગુણનું સંજન હતુ શકુનિમાં ............
શ્રી ધૃતરાષ્ટ્રના ગાંધારી આદિ આઠ
કુમારી સાથે લગ્ન
એક વખત શકુનિએ પિતા ગંધારપતિને કહ્યું, પિતાજી! આ આઠેય બહેનો માટે હવે કંઈક કરવું હોય તો તે કાર્ય મને સેપે !”