________________
૪૯
હવે નાવિકરાજ પ્રસન્ન છે. ભષ્મ પિતામહના પણ પાલક માતામહ તરીકે નાવિકરાજ સદાય પ્રસિદ્ધ રહેશે.
ગાંગેય ભીમ આજે આવા સુગ્ય વિચિત્રવીર્યના વંશનું વર્ણન અંબા–અંબાલિકા અને અંબિકાને કરે છે. ત્રણેય એક જ સાથે નિર્ણય પર આવે છે. પતિ તે વિચિત્રવીર્ય જ થશે....”
શુ ત્રણેય રાજકન્યાનો
એકજ અફર નિર્ણય
ભીષ્મ પિતામહ ચિંતા મુક્ત થયા છે. તેઓ ત્રણેય રાજકન્યાઓ સહિત પિતાના રથને મેદાનમાં લાવે છે. ઘુઘવાટા પૂર્વક સિંહ જેવા હાકોટો કરીને જણાવે છે, -“આ ત્રણેય રાજકન્યાને હસ્તિનાપુરના મહારાજા વિચિત્રવીર્ય માટે તેના મોટાભાઈ ભીમ અહીંથી ઉપાડીને લઈ જાય છે....જેની તાકાત હોય તે અવશ્ય પ્રતિકાર કરે....”
ભીષ્મ પિતામહના ભયંકર હાકેટાથી કેટલાય રાજવીઓ સીધા જ રવાના થઈ ગયા પણ કેટલાક હિંમતવાળાએ એકઠા થઈને પ્રતિકાર કરવાને આરંભ કર્યો. શૂરા ભીષ્મને રણમેદાનમાં કેણ પહોંચે ? ચારેય તરફથી દુશ્મનોથી ઘેરાયેલા