________________
૩૫
વિનંતિ જે પિતે કંઈ સુંદર સર્જન ન કરી શકે તેની સદ્ગતિ ન હોય. બાકી તો નરકના કેટલાય સ્થાને બહુ પુત્રવાળાઓએ ભર્યા છે. ભીષ્મ પર વરસેલા પિતા શાંતનુના આશીર્વાદ સફળ બની ગયા છે.
સત્તાના રખેવૈયા ગાંગેય
ભીષ્મપિતામહ
મહારાજા શાંતનુ અને સત્યવતીએ શાંત સંસારમાં બે પુત્રને જન્મ આપે. મેટો પુત્ર હતો ચિત્રાંગદ અને નાને હતે વિચિત્રવીર્ય.
ચિત્રાંગદ અને વિચિત્રવીર્યને સંભાળવામાં કઈ કમીના ગાંગેય ભીષ્મ પિતામહે રાખી નથી. માતા સત્યવતીને તે અપાર આનંદ છે. પિતા શાંતનુને તો પૂર્ણ સંતોષ છે. મહારાજા શાંતનુ તે જાણે આવા પુત્રથી પરમકૃતાર્થ છે. તેમણે પિતાની આત્મમસ્તી પૂર્વક આરાધના કરી પ્રાણ છોડયા
આ બાજુ ગાંગેય–ભીમે માતા સત્યવતીના જયેષ્ઠ પુત્રને રાજયગાદી પર આરૂઢ કર્યા છે. ચિત્રાંગદની સામે પેલા કેઈ નિલાંગદ નામના રાજવીએ માથું ઊંચક્યું છે. ચિત્રાંગદ ભાઈ ભીષ્મને કહે છે-“મોટાભાઈ ! આપ તો છે જ મને એકવાર આ રણભૂમિની સફર કરવા દે....” ગાંગેય–ભીષ્મ જાણે છે કે આ બાળક છે પણ..