________________
૧૪૧
તેના સંરક્ષણ માટે જ અર્ધભરતની અધિષ્ઠાત્રી કેઈ દેવીએ જ આજે કંસના બધા સૈનિકેને ઘેર નિદ્રામાં સુવાડી દીધા છે.
રાજીનારેડ બનેલી દેવકીએ વસુદેવને ત્યાં બોલાવ્યા. વસુદેવ આ પુત્રને અને તેના પ્રભાવને જોઈને આભા બની ગયા. મને મન તે ભાવિ મહાત્માને વંદી ઉઠયા. સહસા તેઓના હાથ જોડાઈ ગયા.
દરેક માતા-પિતાએ સમજવા જેવું છે કે તેઓ માત્ર સંતતિ પેદા કરવાના યંત્રો નથી, તેઓ તે અનંતના પ્રવાસી ઈ સગુણું આત્માના આશ્રય સ્થાન પણ છે. આવી પુણ્યશાળી સંતતિના માતા-પિતા બનવું એ ઓછું સૌભાગ્ય ન કહેવાય...
અને હર્ષાવેશમાં ક્ષણ વાર મસ્ત બનેલ વસુદેવ પિતાના કાર્યમાં લાગી ગયા. ધીમે રહીને તેમણે જાતે જ તે નવજાત બાળકને પોતાના હાથમાં લઈ લીધો અને આ ક્રૂર કંસના હાથમાંથી બાળકને બચાવવા તેઓએ ગોકુળ તરફ પ્રયાણ આદર્યું....
દર વસુદેવ દ્વારા શ્રીકૃષ્ણજી ગેકુલમાં
આ બાળકને કઈ દિવ્ય પ્રભાવ હતો. દેવો આ બાળકને છત્ર ધરી રહ્યા હતા. તેની બે બાજુ ચામર વીંઝાઈ રહ્યા