________________
૧૦૨
મરી જવાની વાત બરાબર, પણ આવી ગભરામણ કેવી રીતે સહન થાય? સ્વજને પિતાનું હાસ્ય માંડમાંડ રેકી શકયા.
મરવું છે”—ઘણાં કહે છે. મરવા માટે ઘણાં વાત કરે છે, પણ મરવાની વેળાએ કેણ તૈયાર હોય છે તે વિચાર કરવા જેવું હોય છે !
કુંતીને પ્રેમ સાત્વિક છે. તેણે શ્રી પાંડુ ન મળે તે આપઘાત કરવાનો પ્રયત્ન કર્યો. તે પ્રયત્નમાં વીરતા હતી, પણ ધીરતા તો ન જ હતી.
વીર કદાચિત મરી જાણે છે પણ જીવન તે ધીર પુરૂષ જ જીવી જાણે છે,
વીર અને ધીર બેય હાય તો જીવન અને મેત બેયને માણી શકે છે.