________________
૭૨
માટે હું જેવા પતિની કલ્પના કરતે હવે તેમાંના ઘણ. ઘણુ ગુણ તેમનામાં લાગે છે.... મને તો લાગે છે, અમારી બેન કુંતીને મહારાજા પાંડુ અવશ્ય પસંદ પડી જશે ! મારૂં પણ અહીં આવવું સાર્થક થઈ જશે !
ભીષ્મ પિતામહને ભાવતું હતું અને વૈધે કીધું એવી દશા થઈ. તેમને ખૂબ ખુશી થઈ. કેરકને ત્યાં જ ભેગું ધર્યું. અને પિતાના ભાઈ પાંડુના વિવાહ જલદી કરવા માટે કેરલની સાથે પોતાના અંગત માણસને મેકલ્યા. શ્રી પાંડુ પ્રસન્ન થયા. આજે તેમને પોતાનું ભાગ્ય ચમકી ઊઠયું હોય તેવું લાગતું હતું...ભીષ્મ પિતામહના વાત્સલ્ય અને પ્રેમથી આજે પોતે કૃતકૃત્ય થયા હોય તેમ લાગતું હતું....!
કરકની સાથે હસ્તિનાપુરથી પ્રસનહસ્તી પણ ગયે. પ્રસનહસ્તી પ્રસન્ન સમાચાર લાવ્યા વિના શેને રહે ! અંધકવૃષ્ણિના દરબારમાં જઈને તેણે ભીષ્મ પિતામહ તથા પાંડના ઘણા-ઘણા વખાણ કર્યા. રાજા અંધકવૃષ્ણિ અને તેમના પુત્ર સમુદ્રવિજય વિગેરે પણ તૈયાર થઈ ગયા. બસ, હવે વિવાહની ઉદ્દઘોષણા થાય એટલી જ વાર હતી. ભીષ્મ પિતામહને પણ વિશ્વાસ હતો. તેમણે પિતાને ત્યાં પણ લગ્નની તૈયારીઓ કરવા માંડી હતી. માત્ર પ્રસન્નહસ્તી પાછો આવે એટલે નજીકમાં નજીકની તિથિ પૂછાવવાની હતી. પણ અંધકવૃષ્ણિએ રાજદરબારમાંથી ઊઠતા પહેલાં કહ્યું – જરા સુભદ્રાને પૂછીને વાત....”
[ પૃ. ૮૧ ઉપર જુઓ