________________
૭૧
કરતાં. મને આ સ્વયંવરની પ્રથા જરાય પસંદ નથી. એક પુત્રી કંઈ અનેકને અપાતી નથી. તેના માટે અહીં અનેકને બોલાવવા પછી અંદર અંદર લડાવવા અને પછી પુત્રીના વિવાહ કરવા આ પ્રથા મને તો તદન અવિચારી લાગે છે. રાજાઓનું તેનાથી મહત્ત્વ પણ ગણાતું હશે. અને એક દિવસને જલસો તો સહને ગમી જતો હશે પણ મને આ પસંદ નથી. તેમ છતાંય આપ શું વિચારો છો તે જણાવો...પિતાએ પણ પુત્રની વાતને માન્ય કરી કે સ્વયંવર ન કરે. પણ તે કરવું શું? સમુદ્ર વિજયે ત્યાં જ રસ્તો બતાવ્યો. “એક ચિત્રપટ તૈયાર કરે. તેના પર કુંતીનું આબેહુબ ચિત્રનું આલેખન કરો. દરેક રાજાઓના રાજકુમારે પાસે આ ચિત્ર મેકલે, જે પણ રાજાની વાત આવશે તેના પર આપણે વિચારણા કરીશું ” આટલું સાંભળતાં જ પાંડુની આંખો ઊંચી થઈ.
ઓહ! આ ચિત્રપટ ! આ કુંતીનું જ ચિત્ર છે! સાક્ષાત્ કુંતીનું! પાંડુને લાગ્યું કે ચિત્રપટમાંથી પ્રગટ થઈને કુંતી પાંડુને સાક્ષાત્ જોઈ રહી છે. પાંડુને લાગે છે કે કુંતી જાણે પોતાના આસકત ચહેરાના ભાવ સમજી ગઈ છે.
શક હસ્તિનાપુરથી કેરક સહિત
પ્રસન્નહસ્તિનું આગમન
કરકે ભીષ્મ પિતામહને કહ્યું, “મહારાજન! તમારા આ પાંડુ મહારાજા હજી કુંવારા છે! અમારી બેન કુંતી