________________
છે પણ તું કયા પ્રજને આ ચિત્ર લઈને ફરી રહ્યો છે ? વળી આ ચિત્ર કેવું છે? કંઈક પરિચય આપ. ભીષ્મ પિતામહને વિનયથી પ્રણામ કરતો અને પાંડુરાજની આતુ. રતા તરફ તિરછી નજરે નિહાળતા તે મુસાફર બેલ્યો, “સાહેબ ! મારું નામ કેરક છે, હું એક બહુ જ સામાન્ય માનવી છું. મારે પરિચય જવા દે હું હવે જે કહું છું તે સાંભળે....!”
કાલિન્દીના કાળા ભ્રમર નીર પર શોભિત મથુરા” નગરી છે. મથુરામાં સુપાર્શ્વનાથ ભગવાનને મોટો મહિમા. હતો. સુપાર્શ્વનાથ પરમાત્માની પ્રતિમા મંગળ મૂતિ તરીકે ઘરે-ઘરે, બાર-બારણે શેભતી હતી, મથુરાને પ્રભાવિક સ્તુપ તો જગવિખ્યાત હતો. કાળક્રમે આ મથુરા નગરીમાં યદુ” નામનો રાજા થયે. તેના પ્રતાપથી તેને વંશ યદુવંશ કહેવાય. આ મહાન પ્રતાપી યદુને બાપથી પણ સવા કહેવાય તે પુત્ર “શ્ર” થયો. શૂરના પણ શૌરિ” અને “સુવીર” નામના બે પ્રતાપી પુત્ર થયા. રામ-લક્ષમણની જાણે જડી જ હતી ! રામ-લક્ષમણે તે જંગલવાસ કર્યો હતું. જ્યારે શૌરિ–સુવીરે તે પોતે જ પિતાના દુશ્મનને જંગલ ભેગા કર્યા હતા. શૌરિ સ્વતંત્ર વિહરણમાં ખૂબ આનંદ લેતો. રાજ્ય તેને મન કેઈ ચીજ ન હતી. પિતાનું રાજ્ય શૌરિએ સુવીરને સેપ્યું. શૌરિ નીકળે દેશ-વિદેશની -વાટે. ઈચ્છા મુજબ ભ્રમણ કરતાં શૌરિને કુશાત દેશ સુંદર લાગ્યો અને ત્યાં જ તેણે પોતાના પરાક્રમથી શૌર્યપુર નામનું નગર વસાવ્યું. શૌરિએ પોતાનું રાજ્ય પોતાના પુત્ર અંધકવૃષ્ણિને સંપ્યું અને પોતે સંયમનું પાલન કરી મેસે સિધાવ્યા !