________________
ભીષ્મ પિતામહ ક્ષણવારમાં સઘળું સમજી જાય તેવા ચતુર છે. “પાંડુ! ચાલે હવે રાજમહેલમાં જઈએ ને ?” પાંડુ જાણે ઊંઘમાંથી ઝબકીને ઊઠતા હોય તેમ ભીષ્મ પિતામહને કહે છે, “હા! ચાલે, આપણે જલ્દી જઈએ.” પણ પાંડુની આંખ હજીએ ચિત્રપટ પરથી ખસતી નથી. ભીષ્મ પિતામહ કહે છે-“પાંડુરાજા ! ચાલે હવે આ પુરુષને પણ મહેલમાં લઈ જઈએ. મહેલમાં જ તેની સાથે વાત થશે. વાત બેસીને કરેલી હશે તે બેસી જશે. બાકી અધીરા થઈને ઊભા ઊભા કરશે તે વાત ઊભી જ રહેશે ! અને ત્રણેય જણાએ રાજમહેલ તરફ પ્રયાણ આદયું. આજે પાંડુની ગતિમાં કઈ અજ્ઞાત કારણથી તીવ્રતા હતી. અનેક પ્રશ્નો એના અંતરના ઉંડાણમાંથી ઉદ્ભવતા હતા, પણ તે બધા તેણે મનમાં ભેગા કરી રાખ્યા છે. પોતાને જ બધું પેલા મુસાફરને પૂછવું પડશે કે ભીષ્મ પિતામહ જ પૂછશે, આ ચિત્રપટ કેઈ કાલ્પનિક હશે કે કોઈ વાસ્તવિક ચિતાર આપતો હશે?” મનમાં મૂંઝવણ ઝાઝેરી છે, પણ વડીલની મર્યાદા ભારી છે. આજે ભીષ્મ પિતામહ ન હોત તો શ્રી પાંડુએ કદાચિત્ રસ્તામાં જ પિલા મુસાફર સાથે વાત પતાવી દીધી હેત. કદાચિત્ રસ્તામાં ઊભા ઊભા વાત ન કરી હોત તો બાજુના જ કેઈના ભવનમાં બેઠક જમાવી દીધી હોત. અનેક વિચારો શ્રી પાંડુના મનમાં ઘેાળાતા રહ્યા ત્યાં તે. રાજમહેલ આવી ચૂકયે. સ્વસ્થ થઈને ત્રણેય જણા ખાનગી મંત્રણાલયમાં ગયા.
ભીષ્મ પિતામહ તે અજાણ્યા મુસાફરને પૂછે છે-“બંધુ! સર્વ પ્રથમ તો મારું આતિથ્ય સ્વીકાર અને તારા નામને પરિચય કરાવ. તારી ભવ્ય આકૃતિ તારી ગુણવત્તા દર્શાવે