________________
મુનિજીવનની બાળપોથી–૪
(૨૦) અ-વિસંવાઈસ : શાસ્ત્રમાં આપેલું જે સર્વ
વિરતિ ધર્મનું નિરૂપણ જરા પણ વિસંવાદી નથી અર્થાત્ આત્માનું એકાંતે હિત કરનાર યથાર્થ નિરૂપણ
છે જેનું તે, (૨૧) સંસારપારગામિઅસ્સે ? જે ધર્મની આરાધના
કરવાથી અવશ્યમેવ સંસારથી પાર ઊતરાય છે તે, (૨૨) નિવાણુગમણ પજવસાણુફલસ : જે સર્વવિરતિ
ધર્મની આરાધના નિર્વાણુસ્વરૂપ મેક્ષને પ્રાપ્ત કરી આપવા સુધીનું ફળ આપીને જ રહે છે. તે છે.
મારે સર્વવિરતિ ધમ...! અજ્ઞાનતાદિ ચાર કારણોથી થયેલો પ્રાણાતિપાત
ઉપર જણાવેલા બાવીસ વિશેષણોવાળા સર્વથા પ્રાણાતિપાત વિરમણમહાવતરૂપ ચારિત્રધર્મની વિરાધના અજ્ઞાનતા વગેરે ચાર કારણેથી થઈ જતી હોય છે. તે ચાર કારણે નીચે પ્રમાણે
(૧) પુવુિં અ-નાણયાએઃ આ ધર્મ પામતા પહેલાં અજ્ઞાનતાથી,
(૨) અસવણયાએ ઃ ગુર્નાદિકના મુખેથી આ ચારિત્રધર્મનું શ્રવણ નહિ મળવાથી,
(૩) અહિઆએ : તેવું શ્રવણ મળવા છતાં તેને યથાર્થરૂપે નહિ સમજવાથી,
() અણુભિગમેણું : તેવું સમજવા (માનવા) છતાં પણ તેને સમ્યફપણે નહિ સ્વીકારવાથી–મેં જે પ્રાણાતિપાત