________________
૭૬
મુનિજીવનની બાળથી-૪
તસ્ય સવસ તે બધાય મને લાગેલા દિવસ સંબંધી
[કે રાત્રિ સંબંધી અતિચારનું
હું પ્રતિક્રમણ કરું છું. મુનિપણનું ગૌરવવતું સ્વરૂપ અરે..! મારાથી પાપ તે કેમ થાય? કેમ કે-]. સમણેહ, વગેરે પદો. હું શ્રમણ છું. મેં કરેલા ભૂતકાળના
અતિચારેની નિંદા કરી છે તથા હું ભવિષ્યકાળના અતિચારેથી અટક છું, અને વર્તમાનકાળમાં પણ પાપ
કરવાના પચ્ચખાણવાળ બન્યો . અનિઆણે વળી હું આલેક કે પરલોકના નિયાણાથી
- રહિત થયો છું. દિઠિસંપને વળી હું સમ્યગુદર્શનને પ્રાપ્ત કરી ચૂકી છું. માયાસ વિવજિજએ વળી હું માયાપૂર્વકના મૃષાવાદને
ત્યાગી ચૂક્યો છું. હવે મારાથી
પાપ થઈ શકે જ નહિ. વિશિષ્ટ કેટિના મહાત્માઓને ભાવભર્યા વંદન
અત્યાર સુધી પોતાના દુષ્કૃતેની ગહ કરી. પરંતુ તેટલા માત્રથી પાપમુક્ત થઈ શકાતું નથી. તે માટે સાથે સાથે સુકૃતની અનુમોદના પણ કરવી જોઈએ. અને સુકૃતના સેવીઓને ભાવભર્યા પ્રણામ પણ કરવા જોઈએ. માટે હવે તે વિધિ શરૂ થાય છે.