________________
મુનિજીવનની બાળપોથી-૪
દ્વેષી બનાવવા. (૯) કેવળજ્ઞાન વગેરે શાક્ત પદાર્થોના અસ્તિત્વની શંકા કરવી કે તેની જાહેરમાં નિંદા કરવી. (૧૦) આચાર્ય, ઉપાધ્યાય કે સાધુ વગેરેનું–નીચી કેટીનું જાતિપણું કે ઓછું જ્ઞાન તેની જાહેરમાં નિંદા કરવી. (૧૧) જ્ઞાનનું દાન કરતા ઉપકારીની સેવા ન કરવી. (૧૨) વારંવાર નિમિત્ત, કથન વગેરે કરવા દ્વારા બેચરી–પાણી મેળવવા. (૧૩) તીર્થને ભેદ કરાવે. તીર્થ = ચતુર્વિધ સંઘ. તેમાં પરસ્પર કુસંપ કરાવે. (૧૪) વશીકરણ વગેરે કરાવે. (૧૫) ત્યાગેલી વસ્તુઓની ઈચ્છા કરે. (૧૬) બહુશ્રુત ન હોવા છતાં કે તપવી ન હોવા છતાં પિતાને તે ગણાવે. (૧૭) ઘણાઓને અગ્નિના ધૂમાડામાં ગૂંગળાવીને મારી નાંખે. (૧૮) પતે પાપ કરીને બીજાના ઉપર આળ ચઢાવે. (૧૯) પિતાની ઉપધિને કપટથી છુપાવે અથવા પિતાના અસ૬ આચરણને કપટથી છુપાવીને બીજાઓને ઠગે.