________________
૪૮
મુનિજીવનની બાળપોથી-૪
અઠ્ઠમ તપ કરવાનું હોય છે. પહેલી રાત્રી ગયા પછી અઠ્ઠમ તપ શરૂ કરે. આ પ્રતિમામાં નગરની બહાર જઈને આખી રાત આંખ મટમટાવ્યા વિના સિદ્ધ શિલાની સામે નજર રાખીને કાર્યોત્સર્ગમાં ઉભા રહેવાનું હોય છે. આ પ્રતિમાના બળથી અવધિ વગેરે વિશિષ્ટ જ્ઞાન પ્રગટ
થઈ જાય છે. અગિયારમી પ્રતિમા ભલે કુલ ત્રણ દિવસે ધરાવે છે પરંતુ તેમાં એક અહોરાત્રની જ પ્રતિમા હોય છે. અર્થાત પહેલી અહેરાત્રી કાર્યોત્સર્ગમાં પસાર કરવાની છે એ રીતે બારમી પ્રતિમા ભલે ચાર દિવસે પૂર્ણ થાય છે પરંતુ તેની પહેલી રાત્રી જ પ્રતિમામાં રહેવાનું હોય છે.
દરેક પ્રતિમા વહન કરતા પહેલાં ગચ્છમાં રહીને તેટલે સમય તેની બધી જ વિધિ સાથે તાલીમ લેવી જરૂરી છે. ત્યાર પછી જ ગચ્છની બહાર જઈને તે દરેક પ્રતિમા વહન કરવાની હોય છે. ૧૩ તેરસહિં કિરિયાકાણહિં (ક્રિયાઓ-તેર) તેર પ્રકારની
ક્રિયાઓ કરતા જે જીવવિરાધના થાય તે દોષનું પ્રતિક્રમણ કરું છું. તે
નીચે મુજબ – ૧ સપ્રયજન ક્રિયા સંયમ નિર્વાહ થવું મુશ્કેલ બની જાય
અથવા ગ્લાનતા વગેરે આવી જાય