________________
મુનિજીવનની બાળપોથી–૪
પારિયાવણિઆએ = જે ભાજનથી સાધુને કેઈ દ્રવ્ય
વહેરાવવાનું હોય તે ભાજનમાં બીજુ કેઈ દ્રવ્ય પડેલ હોય તે તે દ્રવ્ય. કઈ બીજા ભાજનમાં નાંખીને તે. ખાલી કરેલા ભાજન દ્વારા સાધુને
વસ્તુ વહેરાવે તે. હાસણુભિફખાએ = હાસણ એટલે અવભાષણ–અર્થાત
વસ્તુ માંગવા માટે બેલવું તે. આવી માંગીને મેળવેલી ભિક્ષાને આ દોષ--
વાળી ભિક્ષા કહેવાય. હવે આવા તે કેટલા દોષ ગણાવવા? માટે બધા. દેને એકી સાથે કહે છે કે – જ ઉગમણું ઉષાયણેસણાએ = જે કાંઈ ઉદ્દગમ–ઉત્પાદ
અને એષણા અંગેના બેતાલીસ (૧૬+૬+૧૦=૪૨] દોષમાંના કોઈ
પણ દોષથી. અપરિશુદ્ધ = દેષિત પરિગ્રહિએ = ગ્રહણ કર્યું, તથા પરિભુત્ત વા જ ન પરિવિ = દોષિત લીધા પછી
વાપર્યું પણ પરઠવ્યું નહિ. તસ્સ મિચ્છા મિ દુક્કડં = તેનું મિથ્યા દુષ્કૃત થાઓ.