________________
મુનિજીવનની બાળપોથી-૪
આવા પ્રાપ્ત થયેલા સમ્યગદર્શનને તે આત્મા યાવનજીવ રહ્યું છે અને પ્રાણુના સાટે પણ તેનું જતન કરે છે.
अरिहंतो मह देवो, जावज्जीवं सुसाहुणो गुरुणो । जिणपन्नत्तं तत्तं, इअ सम्मत्तं मए गहिअं ॥१॥
અર્થ: અરિહંત પરમાત્મા મારા દેવ છે. સુસાધુઓ “મારા ગુરુ છે. જિનેશ્વર દેવેએ જે કંઈ કહ્યું છે તે જ તત્વ છે. આવું સમ્યકત્વ મેં યાજજીવ માટે ગ્રહણ કર્યું છે.
પંદરમી અને સોળમી ગાથાની ભૂમિકા
પણ આટલું કરવાથી શુદ્ધિ અને સિદ્ધિ મળી શકતી નથી. કેમકે અહીં હજુ એક કડી ખૂટે છે. બધા જ સાથેના કર્મજનીત સંબંધને ભલે તેડી નાંખ્યા પરંતુ મિક્ષ તો બધા જ સાથેની એકતાથી પ્રાપ્ત થાય છે.
જેની સાથે તેડયું તેની સાથે જોડાવું પણ પડશે જ. જીવમાત્ર સાથેનું જોડાણ કરવું હોય તે તેમની સાથે ક્ષમ પના કરવી જ રહી. આ ક્ષમાપના પણ અત્યંત હાદિક હેવી જોઈએ અને સિદ્ધ ભગવંતેની સાક્ષીએ થવી જોઈએ. વળી જીવ પોતે પોતાના અપરાધોની બીજા પાસે ક્ષમા માંગે એટલું જ બસ નથી પરંતુ બીજા છએ પણ તે જીવને ક્ષમા આપવી જોઈએ. જો તેમ થાય તે આરાધનાનો ઉલ્લાસ ખૂબ જ વધી જાય.
खमिअ खमाविअ मइ खमह, सबह, जीवनिकाय । सिन्द्रह साख आलोयणह, मुज्झह वइर न भाव ॥१५॥ सव्धे जीवा कम्मवस, चउदह राज भमंत । ते मे सव्व खमाविआ, मुजझवि तेह खमंत ॥१६॥