________________
મુનિજીવનની બાળપોથી–૪
२७
વાળ (સાવધાન ચિત્તવાળ) આત્મા પિતાના આત્માને શિખામણ આપે.
અરે ! મારો આત્મા સાવ એકલે તે છે જ, પરંતુ તે શાશ્વત છે, સમ્યમ્ જ્ઞાન અને સમ્યગદર્શનથી યુકત છે. આ સિવાયના [પિતા- પુત્ર- ગુરુ શિષ્ય- રાજા- રંક વગેરે ....) જે મારા ભાવે (સ્વરૂપો) છે તે તમામ બાહ્ય ભાવે છે. તે સર્વ ભાવે જુદા જુદા કર્મના સંગથી પેદા થયેલા બાહ્ય સ્વરૂપ છે. મારે અને તેમને શી નિસ્બત ? અરે ? આ સંગો પામીને જ મારા જીવે સઘળી દુઃખેની પરંપરાઓ પ્રાપ્ત કરી છે, માટે તે તમામ ધન-કુટુંબ વગેરે સંવેગોને હું આ ક્ષણે ત્રિવિધેત્રિવિધે ત્યાગું છું.
ચૌદમી ગાથાની ભૂમિકા જ્યારે એક આત્મા પિતાના પિતા-પુત્ર વગેરે સ્વરૂપ બાહ્ય ભાવના નકલીપણને જાણું લઈને મનથી તેમને ઉતારી નાંખે છે તે આત્માને પિતાના અસલી સ્વરૂપનું દર્શન થાય છે અને તે અસલી સ્વરૂપે પ્રગટ કરવાની તીવ્ર ઝંખના જાગે છે. આ અસલી સ્વરૂપને પ્રગટ કરી આપનાર તરીકે તેને ત્રણ જ ત દેખાય છે –
અરિહંતાદિ દેવ .... સુસાધુરૂપી ગુરુ .... અને કેવલી પ્રજ્ઞપ્ત ધર્મ.
આમ તે આત્મામાં સહજ રીતે આ ત્રણ તની ભક્તિ, પ્રીતિ અને બહુમાનરૂપ સમ્યગુલશન પ્રગટ થાય છે.