________________
મુનિજીવનની બાળપોથી-૪
૨
ગાથા દ્વારા મનને પણ સાવ ફેરું કરી દઈને માત્ર સંથારામાં સુવાનું નથી પરંતુ અરિહંતાદિ ચાર માતાઓના ખેાળામાં જ સૂઈ જવાનું છે. પછી આવા આરાધક બાળકને કે દુર્ગતિને કે મેહરાજાને ભય કયાંથી રહે !!!
મંગલ તે છે જે મને (મi) એટલે કે મારા વાસના સ્વરૂપને ગાળી નાંખે (૧) અરિહંતાદિ ચાર તેને જ મંગલરૂપ બને, જેના મરોમમાંથી “મને ગાળી નાખે, મને ગાળી નાંખ'' એવી ચીસ નીકળ્યા કરે છે. જેને ગળવું જ નથી તેને અરિહંતાદિ પણ ગાળી શકતા નથી. અર્થાત્ તેના માટે તેઓ મંગલ બની શકતા નથી. चत्तारि मंगलं-अरिहंता मंगल, सिद्धा मंगल । साहु मंगल', केवलि पन्नत्तो धम्मो मंगल ॥५॥ चत्तारि लोगुत्तमा अरिहंता लागुत्तमा, सिद्धा लागुत्तमा। साहू लागुत्तमा केवलि पन्नत्तो धम्मो लागुत्तमो ॥६॥ चत्तारि सरण पधज्जामि, अरिहते सरण पवज्जामि, सिद्ध सरण पवज्जामि, साहू सरण पवज्जामि, केवलिपन्नत्तं धम्म सरणं पवज्जामि ॥७॥ અર્થ : હે....અરિહંત ભગવંતે ! આપ મારા માટે મંગલભૂત થાઓ. હે.....સિદ્ધ ભગવતી ! ;
» હે સાધુ ભગવંતે ! , , , , , હે કેવલી પ્રાપ્તધર્મ (શાસન) માતા ! તું મારા માટે મંગલભૂત થા.