________________
મુનિજીવનની બાળથી–૪
પડી જશે તે પુરુષોત્તમ એવા રહનેમિજીની જેમ ભેગકાદવથી પાછા હટી જઈને પ્રાયશ્ચિત્તના પાણીથી શુદ્ધ થઈને જ રહેશે.
જે મુનિને સંયમ ધર્મમાં આગળ વધવાને નિત્ય ઉલાસ થાય છે તે ઉત્તમ મુનિ છે,
જેને તે ઉલાસ જાગતું નથી અને જે પ્રમાદી છે તે મધ્યમ મુનિ છે.
જેને દોષ સેવવાની વારંવાર ઈચ્છા થાય છે તે અધમ મુનિ છે. પરંતુ......
દેશે નહિ સેવવાની પ્રતિજ્ઞાઓ વારંવાર લઈને જે તેડડ્યા કરે છે તે અધમાધમ મુનિ છે.
સત્તરમી ગાથા संजमे सुटिअप्पाणं विप्पमुक्काण ताइण । तेसिमेअमणाइन्नं, निग्गंथाणं महेसिणं ॥१७॥
અથ : જેઓના આત્મા સંયમમાં સુસ્થિર છે. જેઓ બાહ્ય અને અત્યંતર પરિગ્રહથી મુક્ત છે. જેઓ ચારિત્રના પાલન દ્વારા સ્વપરના તારક (તાઈ) છે. જેમને રાગદ્વેષની કઈ ગાંઠ પડી નથી. તેવા મહર્ષિઓએ (મહેસણું) હવે પછીની ગાથાઓમાં જણાવેલી ઓદેશિક વગેરે બાવન બાબતને પડછાયે પણ લેવો જોઈએ નહિ.
હવે સમજાશે કે આ સત્તર ગાથાને પાઠ હમેશાં વાપરતા પહેલાં શા માટે કરે જોઈએ. મુ ૪-૨