________________
મુનિજીવનની બાળપોથી-૪
[આ ગાથાના અર્થ પ્રમાણે સંસારીઓની દષ્ટિએ સુખી ઘરના થયેલા સાધુએ ત્યાગી કહેવાશે. પરંતુ તે સાધુઓ પણ ખરેખર ત્યાગી તે ત્યારે જ કહેવાશે કે જ્યારે એમની સાથેના મુનિઓ–તેમના જીવનમાં ભારોભાર પડેલે મિષ્ટાન્ન વગેરેને ત્યાગ જોઈને તેમને ત્યાગી કહે.]
નવમી ગાથાની ભૂમિકા કેટલીકવાર એવું બને છે કે નિર્દોષ આહાર લેવા છતાં કઈ તીવ્ર કર્મના ઉદયે મન કામવિકારોથી ઊભરાઈ જતું હોય છે. બેશક ! આવું હજારમાં એકાદ આત્માને જ બનતું હોય છે. આવા આત્માએ શું કરવું? તેને ઉપાય
સમાઇ પહાઈ” ગાથામાં બતાવાય છે. આ ઉપાય જ્ઞાનવેગ સ્વરૂપ છે. સમજણના ઘરમાં આવ્યા માત્રથી જ જે વિકારો શાંત થઈ જતા હોય તે તેના જે ઉત્તમ બીજે કઈ ઉપાય નથી. समाइ पेहाइ परिव्ययंतो, सिया मणो निस्सरइ बहिद्धा । न सा महं नो वि अहंपि तीसे, इच्चेव ताओ विणइज्ज राग ।।९।।
અથ: સમદષ્ટિ વડે (સમાઈ પહાઈ–પહા=દષ્ટિ) સંયમ જીવનમાં વિચરતા કેઈ સાધુનું મન આત્મરમણતામાંથી ઊઠી જઈને બહાર નીકળી જાય અને કેઈ નારીમાં ખેંચાવા લાગે ત્યારે તેણે વિચારવું કે,- “તે સ્ત્રી મારી નથી અને હું તેને નથી.” અર્થાત્ અમારા બે વચ્ચે કઈ સંબંધ સંભવિત નથી. સર્વ જીવને પોતપોતાના કર્માનુસાર ચેડા કાળ માટે ભેગા થઈને પણ છૂટા થયે જ છૂટકો છે,