________________
મુનિજીવનની બાળપોથી-૪
સાતમી અને આઠમી ગાથાની ભૂમિકા
જે આત્માઓને સાંસારિક જીવનમાં વસ્ત્ર વગેરે ભૌતિક સામગ્રીઓ સારા પ્રમાણમાં મળવા છતાં જે તે આત્માઓએ તે બધાને ત્યાગ કરી દીધે તે તેમને મુનિજીવનમાં રસપ્રચુર ભિક્ષા–પાણી મળે કે જગતનાં માનસમાન મળે તેને પણ તેમણે ત્યાગ કરે જ જોઈએ. જે તેમ ન કરી શકે તો તેઓ સાચા મુનિ કહેવાય નહિ તેટલું જ નહિ પણ મુનિવેશમાં રહીને ભક્તોની ભેગસામગ્રીનો ઉપભેગ કરનારા તેઓ દિવસમાં સો-સો વાર માનસિક પતન પામીને જ રહે અને અંતે તેમનું સંપૂર્ણ પતન થઈ જાય. માટે જ ત્યાગી તેને જ કહ્યો છે–જે મળવા છતાં ત્યાગે છે. वत्थगधमलंकारं इथिओ सयणाणि अ । अच्छंदा जे न भुंजंति, न से चाइ त्ति वुच्चइ ॥७॥ जे अ कते पिए भोए, लद्वे वि पिट्टि कुवई । साहीणे चयई भोए, सेहु चाइ ति वुच्चई ॥८
અથ : વસ્ત્ર, સુગંધીદાર ચીજો, ઘરેણાઓ, સ્ત્રીઓ, અને પલંગ વગેરે જેમને પિતાને વશ જ નથી (અછંદા) એથી જ જેઓ એ બધું ભેગવી શક્તા નથી, તેઓ કાંઈ ત્યાગી કહેવાતા નથી.
હા જેઓને મનોહર અને પ્રિય ભેગો સામે ચડીને મળવા છતાં જે આત્માઓ તેને પીઠ બતાવી દે છે એવા સ્વાધીન ભેગવાળાઓ ભેગનો જે ત્યાગ કરે છે. તેઓ જ -ત્યાગી કહેવાય છે.