________________
મુનિજીવનની બાળપોથી-૪
લેવામાં લેશ પણ ઉગ વિનાના છે. આથી જ તેઓ ઈન્દ્રિ અને મનને દમનારા છે.”
શ્રામણ્યપૂર્વિકા નામનું બીજુ અધ્યયન
[શ્રામણ્ય એટલે સાધુપણું. સાધુપણાની સફળતા જ પર્વે ધૃતિ નામને ગુણ તૈયાર કર્યો હોય તે જ મળે છે.]
છઠ્ઠી ગાથાની ભૂમિકા જેઓ નિર્દોષ આહાર વાપરતા નથી તેઓના મનમાં અનેક પ્રકારના ખોટા વિચારો સહજ રીતે પેદા થાય છે. આવા સાધુના મનમાં કામગો પ્રત્યે આકર્ષણ પેદા થવા લાગે છે. જેની માનસિક પરિસ્થિતિ આવી ડામાડોળ બની જાય તેને ઉદ્દેશીને ગ્રંથકાર મહષિ હવેની ગાથામાં કહે છે કે,
कह नु कुज्जा सामण्ण ! जो कामे न निवारए । पए पर विसीअतो, संकप्पस्स वस गओ ॥६॥
અર્થ : અરે.....! અરે.... ! એ આત્મા બિચારો શી રીતે સાધુપણું પાળી શકશે ? જે આત્મા પિતાના મનમાં જાગતી કામવાસનાઓનું નિવારણ કરવા પ્રયત્ન કરતે નથી અને તેથી જે બિચારે ડગલે ને પગલે ખેદ પામી રહ્યો છે અને સંકલ્પ વિકપને આધીન થઈ ગયું છે.
[બહેતર છે કે આવા આત્માએ આવી કારમી દુઃખદ સ્થિતિમાંથી મુક્ત થવા માટે દોષિત-આહારમાંથી મળતી મોજમજાને ફગાવી દેવી જોઈએ..