________________
મુનિજીવનની બાળપેથી-૪
| મુનિને શુદ્ધ આહાર એટલે ગોચરીના બેતાલીસ અને વાપરતી વખતના પાંચ એમ કુલ સુડતાલીસ દૈષ વિના આહાર તે શુદ્ધ આહાર કહેવાય. જેને આહાર અશુદ્ધ તેનું મન તન અને છેવટે જીવન અશુદ્ધ બન્યા વિના રહેતાં નથી. આથી શાસ્ત્રકારોએ આહારશુદ્ધિ માટે ખૂબ જ વધુ ભાર મૂકે છે.
જેમ ઝાડના ફૂલમાંથી ભમરો મર્યાદિત રસ પીએ છે અને પુષ્પને જરા પણ કિલામણું થવા દેતા નથી અને છતાંય તે રસથી પિતાને તૃપ્ત કરી લે છે, તેમ આ મનુગેલેકમાં રહેલા જે શ્રમણે છે કે જેઓ સર્વ પરિગ્રહથી મુક્ત છે અને રત્નત્રયીના સાધકો છે તેઓ ગૃહસ્થદાનમાં આપેલા ભાત-પાણીની ગવેષણામાં (શોધમાં) એકદમ દત્તચિત્ત રહે છે.
જેમ પેલા પુપને વિષે પેલા ભમરાઓ કિલામણ કર્યા વિના રસ મેળવી લઈને તૃપ્તિ પામે છે. તેમ અમે કેઈને પણ કષ્ટ આપ્યા વિના આહારદિને મેળવીશું, અર્થાત્ ગૃહસ્થાએ પિતાના માટે તૈયાર કરેલા આહારમાંથી અમારી આજીવિકા કરી લઈશું (આ છે મુનિઓને દઢ સંકલ્પ).
આ પ્રથમ અધ્યયનને ઉપસંહાર કરતાં ગ્રંથકાર ભાગવાન શ્રી શય્યભવસૂરીશ્વરજી મહારાજા કહે છે કે, “હું તેઓને સાચા સાધુ કહું છું, જેઓ ઓલા ભમરા જેવા છે, તના જાણકાર છે, કુળ વગેરેના મમત્વ વિનાના છે અને અનેક ઘરના રસકસ વિનાના પણ આહાર વગેરે