________________
મુનિજીવનની બાળપોથી-૪
૧૭૯
| સર્વ ગુણોથી યુક્ત એવા મોક્ષની કામનાવાળે હું હવે સર્વ જીવોના તે તે ગુણે (સુકૃત)ની અનુમોદના સેવના) કરવાનું યથાશક્તિ શરૂ કરું છું.
હે સકળ અરિહંત ભગવંત! આપના ધર્મોપદેશ આદિ સુકૃતેનું અનુમંદન કરું છું.
હે સિદ્ધ ભગવંતે ! હું આપના સિદ્ધત્વ ભાવની અનુમોદના કરું છું.
હે આચાર્ય ભગવંતે ! હું આપના પંચાચાર પાલન આદિ સુકુતાને અનુદું છું.
હે ઉપાધ્યાય- ભગવંતે ! આશ્રિત મુનિઓને સૂત્રપાઠ દાન આદિના આપના સુકૃતેની હું અનુમોદના કરું છું.
હે સાધુ-ભગવંતે! જેનશાસ્ત્ર કથિત ધર્મક્રિયાઓના સુંદર આચરણના આપના સુકૃતની હું અનુમોદના કરું છું.
હે શ્રમણે પાસકે ! મોક્ષમાર્ગના સાધનભૂત સાધુ શૈયાવચ્ચ વગેરે વ્યાપાર સ્વરૂપ આપના સુકૃતેની હું અનુમોદના કરું છું. જેઓ નિકટમાં જ મેક્ષગામી છે અને જેઓ સરળ ચિત્ત પરિણતિના સ્વામી છે તેવા સઘળા દેવેના અરે! સર્વજીના માર્ગનુસારી જીવનને લગતા સદાચારના ગરૂપ સુકૃતેની હું અનુમોદના કરું છું. પ્રણિધાન-શુદ્ધિ
મે એસા અણુઅણા, સક્સ વિહિપુટિવ આ, સમ્મ સુદ્ધાસયા, સભ્ય પરિવત્તિરૂવા, સમે નિરઈઆર, પરમગુણજત અરહંતાઈ સામર્થીઓ,