________________
૧૮૦
મુનિજીવનની બાળપોથી-૪
અચિંતસરિજુત્તા હિ તે ભગવતે, વીઅાગા સવહષ્ણુ, પરમકલાણા, પરમકલાણ હેઉ સત્તાણું,
મૂઠે અહિ પાવે અણાઈમાહવાસિએ, અણુભિને ભાવએ હિઆહિઆણું, અભિને સિઆ, અહિઅનિવિ સિઆ, હિઅપવિતે સિઆ, આરાણાગે સિઆ ઉચિઅપડિવત્તએ સવસત્તાણું સ-
હિતિ ! ઈચ્છામિ સુંઠ, ઈચ્છામિ સુઈ ઈચછામિ સુક્કt
હું ઈચ્છું છું કે સર્વોત્તમ ગુણેથી યુક્ત એવા અરિહંતાદિ પરમેષ્ઠી ભગવંતેના પ્રભાવથી મારી આ અનુમોદના સૂત્રાનુસાર વિધિયુક્ત બને, કર્મને નાશ કરીને શુદ્ધ ચિત્તસહિત અનેક શાસ્ત્રોક્ત કિયા સ્વરૂપ થઈને સ્વીકાર પામનારી બને અને સારી રીતે નિર્વાહ કરવાના કારણે નિરતિચાર પણ બને.
જે મારી સુકતાનમેદના અરિહંતાદિના પ્રભાવથી આવી ઉત્તમ કટિની બનશે તે જ મને તેનું ફળ પ્રાપ્ત થશે.
અરિહંતાદિ પરમેષ્ઠી ભગવતેના પ્રભાવની તે શી વાત કરું ?
એ વીતરાગ, સર્વજ્ઞ અને પરમ મંગલસ્વરૂપ તે ભગવંતે તે અચિન્ય તારક શક્તિથી યુક્ત છે. આથી તે તેઓ સર્વ જીના સત્કૃષ્ટ કલ્યાણમાં પ્રધાન કારણભૂત છે.
પણ અફસોસ! હું કે મૂઢ છું! પાપી છું! હું અનાદિકાલીન મોહ–સંસ્કારેથી વાસિત છું. મારા સાચા હિતાહિતને અજાણું છું.