________________
મુનિજીવનની બાળપોથી-૪
૧૬૯
ગાવા માટે જ ઉત્સુક બની ગઈ છે તે ભલે ને તેમ જ થતું. હા, જરૂર. તેમ કરવામાં જ તેનું કલ્યાણ થાઓ. બીજાના ગુણ કે કીર્તનથી તેને શું લાભ?)
तव प्रेष्योऽस्मि दासोऽस्मि सेवकोऽस्म्यस्मि किङ्करः । ओमिति प्रतिपद्यस्य नाथ ! नातः परं ब्रुवे ॥ ८ ॥
એ પ્યારી મા ! બસ..હવે આગળ કશું જ નહિ બોલું. આ મારી છેલી વાત છે. તેમાં જ મારા જીવનમરણની સંભાવના છે.
તે છેલ્લી વાત એ છે કે હું નિશ્ચિતપણે તારો ચાકર છું, દાસ છું, સેવક છું, નોકર છું.
પણ તું મને એ વાતને જવાબ દે કે તે મને ચાકર તરીકે, દાસ તરીકે, સેવક તરીકે, નેકર તરીકે સ્વીકાર્યો છે ખરે ને ?
હે મા તું આ વાતમાં મને હા કહે રે ! માથું હલાવીને મને સંમતિ આપ. આમ નહિ થાય તે મારે પ્રાણત્યાગ કરી દેવું પડે....] ઓ મા ! કહે...કહે... હું તારે દાસ. પણ હું મારો સ્વામી ખરે ને ! તારી -હામાં મારું જીવન તારી નામાં મારું મોત !
श्रीहेमचन्द्रप्रभवाद वीतरागस्तवादितः । कुमारपालभूपालः प्राप्नोतु फलमीप्सितम् ॥९॥