________________
૧૬૮
મુનિજીવનની બાળપોથી-૪
વારંવાર ઊભા થઈ જતા રોમાંચ નાશ જ કરી નાખનારા બની જાય તે કેવું સુંદર ! त्ववकत्रकान्तिज्योत्स्नासु निपीतासु सुधास्विव । मदीयेलोचनाम्भोजैः प्राप्यतां निर्निमेषता ॥ ५ ॥
બસ...મા ! હવે તે એક જ ઈચ્છા છે કે તારા મુખની કાતિના અમૃત શા કિરણેને મારા ચક્ષુરૂપી કમળ હવે પીવા લાગ્યા છે તે તે કિરણેના પાનમાં મારા તે ચક્ષુઓ મટકું પણ મારો મત.
બસ મટકું માર્યા વિના એકીટસે તે મુખકાન્તિનું પાન મારી આંખે કર્યા જ કરે.
त्वदास्यलासिनी नेत्रे त्वदुपास्तिकरौ करौ । त्वद्गुणश्रोतृणी श्रोत्रे भूयास्तां सर्वदा मम ॥ ६ ॥
અને સાથે સાથે બીજી પણ વાત કે જેમ મારી બે આંખે તારા મુખદર્શનમાં જ લાલસુ બને તેમ મારા બે હાથ તારી પૂજા કરવામાં જ લીન રહે અને મારા બે કાન તારા ગુણોનું જ સર્વદા શ્રવણ કરનાર થાય.
कुण्ठाऽपि यदि सोत्कण्ठा त्वदगुणग्रहण प्रति । ममैषा भारती तहिं स्वत्येतस्यै किमन्यथा ॥ ७ ॥
હે મા ! મને ખબર છે કે મારી વાણું જયાં ત્યાં ખલના પામનારી છે, પણ તેથી શું? જ્યારે તે તારા ગુણોને