________________
મુનિજીવનની બાળપોથી-૪
૧૬૭
તે હે મા ! મારી હવે એક જ ઈરછા છે કે એ જલતરંગે વડે મારા પેલા કર્મમળાનું હમણાં જ ધાવણ થઈ જાઓ ! ધાવણ થઈ જાઓ !
त्वत्पुरो लुठनभूयान्मालस्य तपस्विनः ।
कृतासेव्यप्रणामस्य प्रायश्चित्त किणावलिः ॥ ३ ॥ એ મા ! કેવું સારું લલાટ !
જેણે પૂર્વે તને કદી પ્રણામ કર્યું નથી તેવું બિચારું ! તારી કૃપાને પાત્ર! અરે ! એટલું જ નહિ, પણ જે બિચારુ અપૂજ અને અસેને અનેક વાર પ્રણામ કરી નાખવાની કારમી ભૂલ પણ કરી બેઠું !
મા ! હવે આ અપરાધી મારા લલાટને તારી આગળ બસ આટયા જ કરવા દે. ધરતી ઉપર ઘસ્યા જ કરવા દે. ભલે તેને ઉઝરડાય પડી જાય! અરે ! એ ઉઝરડાઓની રેખાઓ જ તેના પાપનું પ્રાયશ્ચિત્ત બની રહેવા દે !
मम त्वदर्श नादभूता-श्चिरं रोमाञ्चकण्टकाः । नुदन्तां चिरकालोत्था-मसदर्शनवासनाम् ॥४॥
એ મારી વહાલી મા ! જ્યારે પણ હું તારુ દર્શન પામું છું ત્યારે મારા સાડા ત્રણ ક્રોડ રૂંવાડાં એકસાથે ઊભાં થઈ જાય છે અને તે કેટલીય ક્ષણે સુધી!
હે મા ! અનાદિકાળથી મારા આત્મામાં જડ કરી ગયેલી જે મિથ્યાત્વની વાસના છે. તેને જડમૂળથી આ