________________
મુનિજીવનની બાળથી–૪
૧૬૧
હે જગદાધાર ! માત્ર તારી કૃપાથી જ મળી શકતી મેક્ષ-પદવીને હું જ્યાં સુધી પ્રાપ્ત ન કરું ત્યાં સુધી મારી તને એક જ પ્રાર્થના છે કે તારા શરણને આશ્રિત બનેલા મારા વિષયમાં તને શરણાગત ઉપરની વત્સલતાને જે ભાવ છે તેને તું કદી છોડીશ નહિ–જવા દઈશ નહિ.
જે આ તારી વત્સલતા મારી ઉપર જીવંત રહ્યા કરશે તે મારે બેડે પાર થશે.
મુ.-૧૧