________________
મુનિજીવનની બાળપોથી-૪
૧૫૩
यत्कृत सुकृत किश्चिद रत्नत्रितयगोचरम् । तत्सर्वमनुमन्येऽहं मार्गमात्रानुसार्यपि ॥३॥
હે પ્રભુ! રત્નત્રયીના મહાન માર્ગ તરફ મને લઈ જતું માત્ર માર્ગાનુસારી૫ણાના જીવનનું જે કાંઈ સુકૃત મેં મારા જીવનમાં આચર્યું હોય તે સર્વની હું અનુમોદના કરૂ છે.
सर्वेषामहदादीनां यो योऽहं त्वादिको गुणः । अनुमोदयामि तं तं सर्व तेषां महात्मनाम् ॥ ४ ॥
ના....માત્ર મારા સુકૃતની નહિ પરંતુ અરિહંત, સિદ્ધ વગેરે સઘળા પંચ પરમેષ્ઠી ભગવંતેના જે અરિહંતત્વ, સિદ્ધત્વ વગેરે મહાન ગુણેની સિદ્ધિના સુકૃત છે તે સર્વની પણ હું અનુમોદના કરું છું,
त्वां त्वत्फलभूतान्सिद्धान त्वच्छासनरतान मुनीन् ।
त्वच्छासनं च शरण प्रतिपन्नाऽस्मि भावतः ॥ ५॥ હે પરમાત્મન્ !
હું તારું-તીર્થંકરદેવનું,
તારા થાપેલા શાસનની આરાધનાના ફળભૂત સિદ્ધપદને પામેલા સિદ્ધ ભગવંતનું, તારી આજ્ઞામાં ત્રિકરણ મેંગે અહર્નિશ રક્ત મુનિવરનું, 1. તારી આજ્ઞારૂપ શાસનનું, ભાવથી શરણ સ્વીકારું છું.