________________
સત્તરમો પ્રકાશ
ત' સુત નિ, સુતં ચાનુભાવના नाथ ! त्वच्चरणौ यामि शरण शरणाज्झितः ॥ १ ॥ હે નાથ ! હું મારા દુષ્કૃતની નિંદા ગહ કરું છું. હે પ્રભુ! હું જગતના સુકૃત્યની હાર્દિક અનમેદના
આવું કરતો હું તારા જ ચરણના શરણને (અનન્ય અને અકામભાવે સ્વીકારું છું.
નાહવે કઈ મારુ શરણભૂત નથી. બધાય કહેવાતા શરણભૂત આત્માઓએ મને ફેંકી દીધું છે. હવે તે તું જ મારું શરણું છે.
मनोवाकायजे पापे कृतानुमतिकारितैः । मिथ्या मे दुष्कृत भूया-द पुनः क्रिययान्वितम् ॥ २ ॥
હે દીનદયાળ ! કરવા, કરાવવા અને અનુદવાના સ્વરૂપેથી મેં મન, વાણી કે કાયાનાં જે પાપ સેવ્યાં હોય તે સંબંધનું મારું દુષ્કૃત મિથ્યા થાઓ–નિષ્ફળ બની જાઓ.
ના...એટલું જ નહિ, પરંતુ એ દુષ્કત હું કરી ફરી ન લેવું તે તેના અંગેને “અકરણનિયમ મને પ્રાપ્ત થાઓ.