________________
૧૫૬
મુનિજીવનની બાળપોથી-૪
भ्रान्तस्तीर्थानि दृष्टस्त्व' मयकस्तेषु तारकः । तत्तवाङ्घौ विलग्नाऽस्मि, नाथ ! तारय तारय ॥ ७ ॥
હે કૃપાલુ! હું ઘણાં તીર્થોમાં ફર્યો છું હે ! અને ત્યાર પછી જ તે બધાં તીર્થો (તાર) માં મેં આપને જ સાચા તારક (તીર્થ) તરીકે જોયા છે.
અને તેથી જ તે પછી જ...મેં આપ કૃપાલુનાં ચરણેને પકડયા છે.
તે હે દેવ ! હવે મને છોડી ન દઈશ પણ તું મને તાજે, જરૂર તારજે.
भवत्प्रसादेनैवाह-मियती प्रापितो भुवम् । औदासीन्येन नेदानी तव युक्तमुपेक्षितुम् ॥ ८ ॥
હે મા ! આજ સુધીમાં સૂક્ષમ નિગેદમાંથી નીકળીને માનવજીવન સુધીની જે ઉચ્ચ ઉચ્ચતર ભૂમિકાઓને હું પામે તે તારી જ કૃપાથી શક્ય બન્યું છે.
તે હવે....ડાક માટે મારી તરફ ઉદાસીન બની જઈને મારી ઉપેક્ષા ન કરીશ. નહિ તે પાછે હું બેહાલ થઈ જઈશ.
ज्ञाता तात ! त्वमेवैकस्त्वत्तो नान्यः कृपापरः । नान्यो मत्तः कृपापात्रमेधि यत्कृत्यकर्मठः ॥९॥