________________
૧૫ર
મુનિજીવનની બાળથી-૪
अनेडमूका भूयासुस्ते येषां त्वयि मत्सरः । शुभोदाय वैकल्यमपि पापेषु कर्मसु ॥६॥
હે ગુણભવ! જે લોકેને આપની ઉપર ઈર્ષ્યા થાય છે અને તેથી યદ્રા તદ્દા લવારા વગેરે કરે છે, તેઓ તે બહેરા અને મૂંગા થઈ જાય તે સારું.
જે મળેલી ઈન્દ્રિયેને પાપ કરવામાં જ ઉપગ થતું હોય તે તે ઇન્દ્રિયની વિકલતા જ ઈચ્છવાયેગ્ય ન ગણવી શું ?
तेभ्यो नमोऽञ्जलिरय, तेषां तान्समुपास्महे । त्वच्छासनामृतरसेयरात्माऽसिच्यतान्वहम् ॥ ७ ॥ અરે ! મારા તેઓને અંજલિબદ્ધ પ્રણામ !
અરે ! હું તેઓની સેવા કરું ! જે આત્માઓએ તારી આજ્ઞાઓના અમૃતરસ વડે પિતાની જાતને સતત સીંચતા રહીને અહર્નિશ પવિત્ર રાખી છે !
भुवे तस्यै नमो यस्यां तव पादनखांशवः । चिरं चूडामणीयन्ते ब्रुमहे किमतः परम् ॥ ८ ॥
ઓ મારા નાથ ! તને તે મારા પ્રણામ છે જ; પરન્ત મારા તે તે ધરતીનેય પ્રણામ છે, જ્યાં આપના ચરણે પડયાં હતાં અને તે વખતે જ્યાં આપના નખમાંથી વહેલાં તેજ કિરણે મુગટની જેમ શોભતા હતા !
આથી અધિક તે શું કર્યું?