________________
નવમો પ્રકાશ यत्राल्पेनाऽपि कालेन त्वद्भक्तः फलमाप्यते ।
कलिकालः स एकोऽस्तु कृत कृतयुगादिभिः ॥ १॥ હે પરમપિતા !
જ્યાં શેડા જ કાળ માટે પણ કરેલી આપની ભક્તિનું ફળ મળી જાય છે તે કળિકાળ જ અમારે તે ઈચ્છવાલાયક બની જાય છે.
પેલા સત્યુગનું અમારે શું કામ? [જ્યાં ઘણું ભક્તિ પછી જ ફળ મળે !]
सुषमातो दुःषमायां, कृपा फलवती तव ।
मेरुतो मरुभूमौ हि श्लाघ्या कल्पतरोः स्थितिः ॥ २॥ હે ત્રિભુવનપતિ !
જ્યાં ઘણા બધા પુણ્યાત્માઓ ધર્મ કરતા જોવા મળે છે એવા સુષમાકાળમાં મળતી આપની કૃપા કરતાં ક્યાં કેક જ પુણ્યાત્મા ધર્મ કરતા જોવા મળે તેવી સ્થિતિવાળા દુષમાકાળમાં મળી જતી આપની કૃપા તે અત્યંત વધુ મૂલ્યવંતી કહેવાય અને ફલવતી બની જાય.
श्राद्धः श्रोता सुधीर्वक्ता, युज्येयातां यदीश! तत् । त्वच्छासनस्य साम्राज्यमेकच्छत्र कलावपि ॥३॥