________________
મુનિજીવનની બાળપોથી-૪
૧૪૫
હે શરણ્ય !
હું આપના વડે જ આ જગતમાં સનાથ છું. મારા શાન્ત મનપૂર્વક હું આપને જ સતત ઝંખું છું. મને આપ મળ્યા છે માટે જ હું કૃતાર્થ બની ગયો છું. હું સદા માટે આપને દાસ છું.
तत्र स्तोत्रेण कुयाँ च पवित्रां स्वां सरस्वतीम् । इद हि भवकान्तारे जन्मिनां जन्मनः फलम् ॥ ६ ॥
હે સ્તવનીય ! મને મળેલી જીભને, આપની તવના કરવા દ્વારા હું પવિત્ર કરીશ; કેમકે મને સ્પષ્ટપણે લાગ્યું છે કે “આ સંસાર અટવીમાં જન્મ પામેલા જીના જન્મની સફળતા આપની સ્તવનામાં જ પડેલી છે.
क्वाऽह पशोरपि पशु वीतरागस्तवः क्व च । उत्तितीषु ररण्यानि पद्भ्यां पङगु रिवारम्यतः ।। ७ ॥
અરે ! અરે ! પશુથીય ભંડ! કયાં હું ? અને..... અને જગતમાં સર્વથી ઉત્કૃષ્ટ એવી વીતરાગદેવની સ્તવના કયાં ? બે વચ્ચે કશે મેળ જામે તેવું જણાતું નથી.
પાંગળો, બિચારે ! બે પગોથી મેટા વનને પાર કરી દેવાની ખ્વાહિશ ધરાવે તેવી મારી મનઃસ્થિતિ છે.
तथाऽपि श्रद्धामुग्धोऽह नोपालभ्यः स्खलन्नपि । विशृङखलाऽपि वाग्वृत्तिः श्रदधानस्य शोभते ॥ ८ ॥
મુ. ૧૦