________________
૧૪૪
મુનિજીવનની બાળપોથી-૪
પાયાન કાર રચવાનને મારા જ દિલ
प्रावर्तन्त यतो विद्याः पुरुषार्थप्रसाधिकाः ।
यस्य ज्ञानं भवद्भाविभूतभावावभासकृत् ॥३॥ હે ત્રિલેકગુરુ !
મેક્ષ પુરુષાર્થને સિદ્ધ કરી આપતી શબ્દાદિ વિદ્યાઓ આપના જ શ્રીમુખેથી પ્રગટ થઈ છે. હે વિભુ !
વર્તમાનકાળ, ભવિષ્યકાળ અને ભૂતકાળના સકળ પદાર્થોને પ્રકાશિત કરી દેતું જ્ઞાન આપના જ વિશુદ્ધ આત્મતત્વમાં પડેલું છે.
यस्मिन्विज्ञानमानन्दं ब्रह्मचैकात्मतां गतम् ।
स श्रद्धेय: स च ध्येयः प्रपद्ये शरण व तम् ॥ ४ ॥ હે જગદ્ગુરુ !
કેવી કમાલ થઈ છે કે આપ કૃપાલુના આત્મામાં અનંત જ્ઞાન અનંત સુખ અને અનંત શુદ્ધિરૂપ પરમપદની એક્તા થઈ ગઈ છે.
હે પરમપિતા !
આથી જ આપ અમારા સહુ માટે અત્યન્ત શ્રદ્ધેય બન્યા છે. અમારા ધ્યાનને એકમાત્ર વિષય બન્યા છે.
અમે આપનું જ શરણ સ્વીકારીએ છીએ. तेन स्यां नाथवांस्तस्मै स्पृहयेय समाहितः । ततः कृतार्थो भूयासं भवेयं तस्य किङ्करः ॥ ५ ॥